હિમાચલના કુલ્લુમાં મોટો રોડ અકસ્માત, બસ ખાડામાં પડી, 12 લોકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 12 લોકોના મોત

Update: 2022-07-04 04:52 GMT

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કુલ્લુ જિલ્લાના શૈનશરમાં એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બસ જંગલા ગામથી લગભગ 200 મીટર દૂર પડી છે. શાળાના બાળકો પણ અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી મળી રહી છે. મૃતદેહો બસની અંદર ફસાયેલા છે.

આ અકસ્માત સોમવારે સવારે 8.45 વાગ્યે થયો હતો. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્યું કે બસ દુર્ઘટનામાં 5 થી 6 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

Tags:    

Similar News