હાર બાદ કોંગ્રેસ સફાળી જાગી : MP અને છત્તીસગઢના સંગઠનમા કર્યા ધરખમ ફેરફાર

Update: 2023-12-16 17:07 GMT

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ કમલનાથને કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવીને જીતુ પટવારીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ઉમંગ સિંઘારને વિપક્ષના નેતા અને હેમંત કટાનેને વિપક્ષના ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા ગોવિંદ સિંહ વિપક્ષના નેતા હતા.

પટવારી અને ઉમંગ બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહના વિરોધી છાવણીમાંથી માનવામાં આવે છે. મધ્યપ્રદેશ ચૂંટણીમાં હાર બાદથી એવી વાતો ચાલી રહી હતી કે પાર્ટીમાં મોટા ફેરફારો થશે.

કોંગ્રેસે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંતને છત્તીસગઢમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બૈજને યથાવત રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે છત્તીસગઢમાં બીજેપીના આદિવાસી સીએમ કાર્ડનો મુકાબલો કરવા માટે કોંગ્રેસે વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ બંનેને આદિવાસી સમુદાયમાંથી બનાવ્યા છે.

Tags:    

Similar News