રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો; તમામ મંત્રીઓ આપી શકે છે રાજીનામા.!

રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે અને નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથમાં ખેંચતાણ વધી

Update: 2021-11-20 09:43 GMT

છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે અને નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથમાં ખેંચતાણ વધી રહી છે. હવે રાજસ્થાન સરકારમાં મોટા ફેરફાર થવાની શકયતાઓ જોવાઇ રહી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી નિવાસ પર કેબિનેટ બેઠક અને મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠકને લઈને એવું મનાઇ રહ્યું છે કે તમામ મંત્રીઓનું રાજીનામું માંગી લેવામાં આવે તેવી સંભાવના છે. ત્યાર બાદ મંત્રીમંડળનું પુનર્ગઠન થશે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે 21 નવેમ્બર બાદ ગહલોત સરકાર મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે.

નોંધનીય છે કે, રાજસ્થાન સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા અને મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીના નામ સામેલ છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, 22 નવેમ્બરે કેબિનેટનું પુનર્ગઠન થઈ શકે છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યોને આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

Tags:    

Similar News