ભરૂચ : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જંબુસરમાં ધારાસભ્યના હસ્તે ખેડૂતોને પીપ ડ્રમ-ટ્રોકરનું વિતરણ કરાયું...

Update: 2023-01-11 14:47 GMT

ગુજરાત સરકારની ડ્રમ-ટ્રોકર આપવાની સહાય યોજના અંતર્ગત ખેડૂતો સજીવ ખેતીને પ્રોત્સાહન આપે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. ખેડૂતો ખેતરમાં જંતુનાશક પેસ્ટીસાઈડના ઉપયોગમાં ઘટાડો કરે અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે હેતુથી જંબુસર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે આમોદ તાલુકાના 2,617 ખેડૂતોને 1 પીપ ડ્રમ તેમજ 2 ટ્રોકર આપવામાં આવ્યા હતા.

આ સાથે જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સમૃધ્ધ બને તેવી ધારાસભ્ય ડી.કે.સ્વામીએ આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ રાઉલજી, આમોદ તાલુકા ખેતી વિસ્તરણઅધિકારી તેમજ ગ્રામસેવકો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News