પંજાબ ચૂંટણી પહેલા CM ચન્ની મુશ્કેલીમાં, EDએ ભત્રીજા ભૂપેન્દ્ર સિંહની ધરપકડ કરી,જાણો શું છે સમગ્ર મામલો

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Update: 2022-02-04 06:59 GMT

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે મોડી રાત્રે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપેન્દ્ર સિંહ હનીની ગેરકાયદે માઈનિંગ કેસમાં ધરપકડ કરી છે.

તેમનું મેડિકલ પણ જાલંધર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. તે જલંધરમાં ED ઓફિસમાં રાત રોકાયો હતો અને આજે સવારે તેને મોહાલીની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પંજાબમાં EDની ટીમ દ્વારા ગેરકાયદે રેતી ખનન અંગે પાડવામાં આવેલા દરોડામાં 10 કરોડ રૂપિયાથી વધુ રોકડ, 21 લાખનું સોનું અને 12 લાખ રૂપિયાની રોલેક્સ ઘડિયાળ મળી આવી હતી. આ સાથે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જપ્ત કરવામાં આવેલી મોટાભાગની રોકડ ભૂપેન્દ્ર સિંહ હનીના ઠેકાણાથી મળી આવી છે. આ રકમ લગભગ સાતથી આઠ કરોડ રૂપિયા છે.

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન ઉપેન્દ્ર સિંહ ઉર્ફે હની તેના મોહાલીના ઘરે હાજર હતો. જ્યારે EDના તપાસ અધિકારીઓએ તેમની પાસેથી રિકવર કરાયેલા કરોડો રૂપિયા વિશે પૂછપરછ કરી તો ન તો તે પોતે કોઈ બેંક સ્લિપ બતાવી શક્યો ન તો તે કહી શક્યો કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. EDએ આ કેસમાં હની અને તેની કંપનીના અન્ય બે ડિરેક્ટરોની પૂછપરછ કરી હતી.

Tags:    

Similar News