બાળકોને પાર્લે-જી ખવડાવી લેજો નહીંતર... એક અફવા વાયરલ થઈ અને મચી દોડધામ

અફવાનો ડર એટલો ભયંકર હતો કે, ત્યાંની દુકાનોમાં પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ પૂરો થઈ ગયો

Update: 2021-10-01 11:06 GMT

બિહારના સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટ (Parle-G) સાથે સંકળાયેલી એક અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ છે કે, ત્યાંની કરિયાણાની દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જામી છે. હકીકતમાં સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટને જીતિયા વ્રત સાથે જોડીને એક અફવા ફેલાવવામાં આવી હતી.તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં જેટલા પણ દીકરાઓ છે તે બધાએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે નહીં તો તેમના સાથે કશુંક અઘટિત બની શકે છે. અફવાનો ડર એટલો ભયંકર હતો કે, ત્યાંની દુકાનોમાં પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ પૂરો થઈ ગયો.

જાણકારી મુજબ, લોકો હજુ પણ અફવાઓ પર વિશ્વાસ કરી રહ્યા છે. સીતામઢી જિલ્લાના બૈરગનિયા, ઢેંગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિતના વિસ્તારોમાં આ અફવા ફેલાઈ. અફવા ક્યારે અને ક્યાંથી ફેલાઈ તેની જાણકારી નથી. પરંતુ અફવાના કારણે બિસ્કિટના વેચાણમાં અચાનક તેજી આવી. લોકો મોડી રાત સુધી પાર્લે જી બિસ્કિટ ખરીદતા જોવા મળ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ પાર્લે જી કેમ ખરીદે છે? તો કહ્યું, જો પાર્લે જી નહીં ખાઈએ તો, અનહોની એટલે કે અનિચ્છનીય ઘટના બની શકે છે. દુકાનદારે પણ કહ્યું, સવારથી બધા પાર્લે જી જ ખરીદવા આવ્યા.

Tags:    

Similar News