હવામાન વિભાગની આગાહી, વાંચો વરસાદ પડશે કે ગરમી શરૂ થશે !

Update: 2024-03-03 04:57 GMT

હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ બાદ હેવ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. મહત્વનું છે કે, વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહી પડે. જોકે આજે રાજ્યમાં પવન સાથે ઠંડી અનુભવાશે. તો વરસાદી માહોલના કારણે આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. જ્યાં આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે. આ સાથે હવે 5 માર્ચથી રાજ્યમાં ગરમી ફરી શરૂ થશે.

રાજ્યમાં આજથી કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદ બાદ આખરે રવિવારે વરસાદી સિસ્ટમ વેખેરાઇ છે. શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. વહેલી સવારે ઠંડા પવનોને કારણે લોકોને સ્વેટર અને જેકેટનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. જોકે આગામી 24 કલાક બાદ ઠંડીમાં ઘટાડો થશે. જે બાદ 5 માર્ચથી ફરી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે.

Tags:    

Similar News