હવેથી SBIના ગ્રાહકોને મળશે WHATSAPP માજ ઘણી સેવાઓ, વાંચો કેવી રીતે કરવી નોંધણી

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને સરળ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે તાજેતરમાં એક નવી સેવા શરૂ કરી

Update: 2022-12-03 15:03 GMT

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને સરળ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે તાજેતરમાં એક નવી સેવા શરૂ કરી છે. હવે SBI ખાતાધારકો તેમના ઘરે બેઠાં બેઠાં જ WhatsApp પર તેમના ખાતા સંબંધિત ઘણી સેવાઓનો લાભ લઈ શકશે.

ગ્રાહકોએ પહેલા SBI ના WhatsApp બેંકિંગ માટે નોંધણી કરાવવી પડશે. આ માટે WAREG ટાઈપ કરો અને સ્પેસ આપીને એકાઉન્ટ નંબર લખો અને પછી 7208933148 પર SMS તરીકે મોકલો. અહીં ધ્યાનમાં રાખો કે આ એસએમએસ એ જ નંબર પરથી મોકલવાનો રહેશે જે બેંક એકાઉન્ટ સાથે લિંક છે.

SBI WhatsApp બેંકિંગ માટે સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા પછી, તમને SBIના નંબર 90226 90226 પરથી તમારા WhatsApp નંબર પર આપમેળે એક સંદેશ મળશે. આ સિવાય તમે આ નંબર સેવ પણ કરી શકો છો.

સેવ કર્યા પછી, હવે આ નંબર પર Hi અથવા Hi SBI લખો. તેની બેંક કેટલાક વિકલ્પો મોકલશે. તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરો અને તેને મોકલો અને બેંક દ્વારા તમને માહિતી પ્રદાન કરવામાં આવશે.

Tags:    

Similar News