દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14 હજાર કેસ નોંધાયા

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં દેશમાં 14,148 કેસ સામે આવ્યા છે.

Update: 2022-02-24 07:30 GMT

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં દેશમાં 14,148 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યયા 1,28,81,179 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 5,12,924 દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 1,48,359 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 4,22,19,896 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 30,009 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારબાદ કુલ 4,22,19,896 લોકો અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. ત્યારે દરરોજનો પોઝિટિવીટી રેટ 1.22 ટકા છે. જો કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,55,147 ટેસ્ટ કરવામાં આવ્યા.

દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 1,76,52,31,385 છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,28,81,179 છે. ત્યારે અત્યાર સુધી કુલ 4,22,19,896 લોકો રિક્વર થયા છે. દેશમાં સતત 18 દિવસથી દૈનિક કોવિડ 19 કેસ 1 લાખથી નીચે આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાઈરસના 766 નવા દર્દીઓની પુષ્ટી થઈ અને 5 સંક્રમિતોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર આંશિક રીતે ઘટીને 1.37 ટકા રહી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 18,53,428 થઈ ગયા છે, ત્યારે 26,086 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Tags:    

Similar News