કોરોનાના કેસમાં વધારો, દેશમાં અત્યાર સુધીમાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 ના 263 કેસ નોંધાયા

Update: 2024-01-02 14:34 GMT

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહેવાલ મુજબ, દેશમાં અત્યાર સુધીમાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 ના 263 કેસ નોંધાયા છે. Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) ના ડેટા અનુસાર, આમાંથી અડધાથી વધુ કેસો કેરળના છે. INSCOG અનુસાર, અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના સબ વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા લોકો ચિંતામાં છે.

Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. કેરળમાં (133), ગોવા (51), ગુજરાત (34), દિલ્હી (16), કર્ણાટક (8), મહારાષ્ટ્ર (9), રાજસ્થાન (5), તમિલનાડુ (4), તેલંગાણા (2) અને ઓડિશા (1) ) કેસ મળ્યો છે.

Tags:    

Similar News