જસ્ટિસ ઉયદ ઉમેશ લલિત ભારતના 49માં ચીફ જસ્ટીસ નિયુક્ત કરાયા

જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા CJI તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી.

Update: 2022-08-10 16:41 GMT

જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા CJI તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી. શપથ લીધા બાદ જસ્ટિસ લલિત ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ બનશે. એન. વી. રમન્ના 26 ઓગસ્ટે તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે.

નક્કી થયેલી પરંપરા મુજબ, તત્કાલિન CJIએ તેમના અનુગામી તરીકે સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરવાની હોય છે. જસ્ટિસ રમન્ના પછી જસ્ટિસ ઉદય ઉમેશ લલિત વરિષ્ઠતાના ક્રમમાં બીજા ક્રમે આવે છે. જેથી તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News