કૈલાસનાથનનો દોઢ વર્ષથી CMOમાં દબદબો યથાવત; 7મી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક

Update: 2021-09-20 04:46 GMT

મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો પછી ભૂપેન્દ્ર પટેલે એક પછી એક અધિકારીની નિમણૂંક કરવાની ઉતાવળ રાખીને કાર્યભાર વહેંચણીમાં સક્રિયતા દાખવી છે. તેમણે કે. કૈલાસનાથન સતત 7મી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે.

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકારમાં લગભગ દોઢ મહિના પછી કે.કે.ની નિમણૂક થઇ હતી, જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તાત્કાલિક નિમણૂક કરીને કે.કે.નું નવનિયુકત સરકારમાં કેટલું મહત્વ રહેશે તેનો સંકેત આપી દીધો છે.કે.કૈલાસનાથન સાથે અન્ય 4 અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અઘિક જનસંપર્ક અધિકારી તરીકે 5મી વખત નિમણૂક થઇ છે અને ભૂપેન્દ્ર પટેલ 5માં મુખ્યમંત્રી છે કે તેનો ચાર્જ જનસંપર્ક અધિકારી તરીકે વહન કરતા હોય. આ સાથે સંયુક્ત સચિવ તરીકે પી.જે.શાહ અને જે.પી.મોઢાની પણ નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત નાયબ સચિવ તરીકે પી.એન.શુકલની નિમણૂક પણ કરવામાં આવી છે. સતત 5 અધિકારીઓની મુખ્યમંત્રી કાર્યાલયમાં તાત્કાલિક નિમણૂક કરવાના ઓર્ડર રાજ્ય સરકારે કર્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી કાર્યાલયમાં આઈએએસ અધિકારીઓની ફેર બદલી થઈ હતી.

Tags:    

Similar News