સિંઘમ અગેઈનથી રિલીઝ થયો કરીનાનો ફર્સ્ટ લુક, હાથમાં બંદૂક, આંખોમાં ગુસ્સો, જુઓ પોસ્ટર...

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર દરેક વખતે પોતાની અદા અને એક્ટિંગથી લોકોનું દિલ જીતી લે છે.

Update: 2023-11-09 08:19 GMT

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર દરેક વખતે પોતાની અદા અને એક્ટિંગથી લોકોનું દિલ જીતી લે છે. કરીના કપૂરને મોટો ભાગે આપડે રોમેન્ટિક, ડ્રામા, અને કોમેડિ ફિલ્મોમાં મોટા પડદે નિહાળી છે. ત્યારે એજન્ટ વિનોદ બાદ એકવાર ફરી કરીના એક્શન મોડમાં જોવા મળશે. જોકે આ માટે તે એકલી નહી હોય પણ તેની સાથે બોલિવુડની રાની દીપિકા પાદૂકોણ પણ એક્શન કરતી જોવા મળશે. કરીના ‘સિંઘમ અગેઈન’ દ્વારા મોટા પડદા પર તોફાન મચાવવા તૈયાર છે ત્યારે આ ફિલ્મ સંબંધિત કરીના કપૂરનો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જે પોસ્ટરમાં કરિના જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. આંખોમાં ગુસ્સો, ચેહરા પર લોહી અને હાથમાં બંદૂક સાથે કરિનાનો લુક સામે આવ્યો છે. ‘સિંઘમ અગેઈન’માંથી કરીના કપૂરનો આ લુક અજય દેવગણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે, જે થોડા સમય પહેલા ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ‘સિંઘમ અગેઈન’ના આ લૂકમાં કરીના કપૂરની સ્ટાઈલ જોવા જેવી હતી. એક્ટ્રેસ બંદૂક પકડીને લોહીથી લથબથ જોવા મળી હતી, પરંતુ તેમ છતાં તેના ચહેરા પર હિંમત દેખાઈ રહી છે. કરીના કપૂરનો આ લૂક શેર કરતા અજય દેવગને લખ્યું, “નિડર, મજબૂત અને સિંઘમની તાકાત. અવની સિંઘમને મળો.”

Tags:    

Similar News