કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ આજે કરવામાં આવશે જાહેર

Update: 2023-03-29 03:35 GMT

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. એવું માનવામાં આવે છે કે કર્ણાટકમાં ગત વખતની જેમ આ વખતે પણ એક જ તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224 બેઠકોવાળી વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહી હતી. જેડીએસ અને કોંગ્રેસે ચૂંટણી પછીના ગઠબંધનમાં સરકાર બનાવી. બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાથી કુમારસ્વામી સરકારનું પતન થયું. ધારાસભ્યોના પક્ષપલટા બાદ ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી.

Tags:    

Similar News