ગુજરાત ચુંટણીમાં કેસીઆરની પાર્ટી પણ ઉતરશે મેદાનમાં,વાંચો શું કરી જાહેરાત

રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટી તૈયારીઓ શરુ કરી દીધી છે.

Update: 2022-09-12 05:44 GMT

રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટી તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપરાંત આ વખતે સાઉથના દિગ્ગજ નેતા ચંદ્રશેખર રાવ (કેસીઆર) પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા ની તૈયારી કરી રહ્યા છે. કેસીઆર સંકેત આપી દીધા છે. જો આવું થશે તો, ભાજપ અને નરેન્દ્ર મોદીના ગઢમાં ચૂંટણી ખૂબ જ રોમાંચકારી બનશે.તેલંગણા ના મુખ્યમંત્રી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ નવી પાર્ટી શરૂઆત કરીને રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરવાનો વિચાર કરી રહ્યા છે. જો કે,

આ વિચાર હજૂ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. એવી અટકળો છે કે, ઓક્ટોબરમાં દશેરાના અવસર પર આ યોજનાની જાહેરાત કરી શકે છે. ટીઆરએસ ના ધારાસભ્ય અને મંચુરિયન જિલ્લા કમિટીના અધ્યક્ષ બાલકા સુમને કહ્યું કે, અમે અલગ અલગ જિલ્લા અધ્યક્ષ, કેસીઆરની અપીલ કરીએ છીએ કે, તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈએ અને એક રાષ્ટ્રીય પાર્ટી શરૂ કરવી જોઈએ. કેસીઆર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું મન બનાવી લીધું છે. નવી પાર્ટી બનાવીને ગુજરાત સહિત દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓ ને લઈને તૈયાર કરવાના નિર્દેશ પણ આપી દીધા છે

Tags:    

Similar News