લખનઉ : આગ્રાની પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલ સફાઈ કર્મચારીના પરિવારની મુલાકાતે જઈ રહેલ પ્રિયંકા ગાંધીની અટકાયત

પોલીસ દ્વારા કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી

Update: 2021-10-20 12:26 GMT

આગ્રામાં ગત તા. 19 ઓક્ટોબરના રોજ પોલીસ કસ્ટડીમાં સફાઈ કર્મચારી અરુણ વાલ્મીકીના મોત બાદ તેના પરિજનોને સાંત્વના પાઠવવા જઈ રહેલ પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી છે. લખનઉ પોલીસ દ્વારા કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે તેમની અટકાયત કરવામાં આવી છે.

આગ્રા જવા પર રોકવા મુદ્દે પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ હતું કે, પોલીસની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, તે કશું કરી શકતી નથી. તેમના અધિકારીઓ પણ જાણે છે તે આ ખોટું છે, અને આના પાછળ કાયદા વ્યવસ્થાનો મુદ્દો નથી. દરેક જગ્યાએ કહે છે કે કલમ-144 લગાવી છે. કોઈની મોત પર તેમના ઘરના પરિજનો સાથે મુલાકાત કરવા બાબતે લો-ઓર્ડર બગડી જાય છે? તમને લોકોને ખુશ કરવા માટે શું હું લખનઉના ગેસ્ટ હાઉસમાં આરામથી બેસી રહું. કોઈને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારીને મારી નાખવો આ ક્યાનો ન્યાય છે? તેમ જણાવી પ્રિયંકા ગાંધીએ રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત મૃતકનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હું પરિવારને મળવા માગુ છું. ઉત્તરપ્રદેશની સરકારને ડર કઈ વાતનો છે? મને કેમ રોકવામાં આવી રહી છે. આજે ભગવાન વાલ્મીકી જયંતી છે, પીએમે મહાત્મા બુદ્ધ પર મોટી વાતો કરી, પરંતુ તેમના સંદેશાઓ પર હુમલા કરી રહ્યા છે. ભાજપ સરકારની પોલીસ મને આગ્રા જવાથી રોકી કેમ રહી છે. કેમ દરેક વખતે ન્યાયની અવાજ દબાવાનો પ્રયત્ન કરાય છે? હું પાછળ નહીં હટવાની. તેમ ટ્વિટ કરી પ્રિયંકા ગાંધીએ માહિતી આપી હતી.

Tags:    

Similar News