મહારાષ્ટ્ર: મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યુ,બસને આગચંપી કરી, 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી.

Update: 2024-02-26 09:34 GMT

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. આ પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જાલનામાં બસ સેવા રોકી દીધી છે. બીજી તરફ, અંબાડમાં કર્ફૂયુ લગાવી દેવાયો છે અને હિંસાને ફેલાતી રોકવા ત્રણ જિલ્લા અંબાડ, જાલના અને સંભાજીનગરમાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે.મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે અંબાડ તાલુકામાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. કાયદો અને વ્યવસ્થા માટે સલામતી જાળવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અંબડ તાલુકામાં કર્ફૂયુ લગાવી દેવામાં આવ્યો છે. જાલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીકૃષ્ણ પંચાલે કર્ફૂયુ લાદવાનો આદેશ આપ્યો છે.આ પછી મનોજ જારંગે પાટીલ જાલનાથી પોતાના ગામ સૈરાતી પરત ફર્યા છે. તેઓ મુંબઈ જવાના હતા, પરંતુ ગઈકાલે પોલીસે તેમને જાલના જિલ્લાની સરહદે અટકાવ્યા હતા. મનોજને કોઈક રીતે પોલીસે તેને સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને અટકાવ્યા હતા. મોડીરાત્રે તે જાલના જિલ્લાના ભાંબોરી ગામમાં રોકાયા હતા.

Tags:    

Similar News