જયપૂરમાં લગ્ન મહાલ્યા,વતનમાં આવી થયા કોરોના સંક્રમિત- સૌરાષ્ટ્રના કુલ 37 લોકો પોઝિટિવ

સૌરાષ્ટ્રમાં કોરોનાના ફરી કહેર શરૂ થયો છે. જામનગરમાં વધુ 10 કોરોના પોઝિટિવ રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે.

Update: 2021-12-10 09:55 GMT

સૌરાષ્ટ્રમાં કોરોનાના ફરી કહેર શરૂ થયો છે. જામનગરમાં વધુ 10 કોરોના પોઝિટિવ રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે. જામનગરના ઉદ્યોગપતિના પુત્રના લગ્ન રાજસ્થાનના જયપુરમાં યોજાયા હતા. આ લગ્ન બાદ જામનગરમાં ઉદ્યોગપતિ અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ઉદ્યોગપતિ જીતુલાલ સહિત તેના ઘરના ચાર સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થયું છે. ત્યારે હવે વધુ 10 કોરોના પોઝિટિવ આવતા જામનગરવાસીઓની ચિંતા વધી છે.જામનગર ઉદ્યોગપતિને ખુદ કોરોના થતા ટેસ્ટ માટે અપીલ કરી હતી. ઉદ્યોગપતિના સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. ઉદ્યોગપતિના સંપર્કમાં આવેલા 100થી વધુ લોકોની યાદી તંત્રને અપાઇ છે.તો રાજકોટના પણ ત્રણ લોકો લગ્નમાં ગયા હતા. તેમના પણ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં આવેલ ત્રણ કેસમાંથી એક મહિલા તબીબ પણ છે. જયપુર અને જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારને કોરોના સંક્રમણ થયું છે.સાથે દ્વારકાના ખંભાળિયાની મહિલા પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજસ્થાન લગ્નથી પરત આવ્યા બાદ મહિલા કોરોના પોઝિટિવ આવી છે. દ્વારકાના ખંભાળિયામાં રાજસ્થાનથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડાઇ છે. તો મહિલાના સંપર્કમાં આવેલા 15 શખ્સોના ટ્રેસિંગની કામગીરી ચાલી રહી છે.જયપુર લગ્નમાં વિદેશથી પણ મેહમાન આવ્યા હતા. લગ્નમાં ગયેલા સૌરાષ્ટ્રના કુલ 37 લોકો કોરોના સંક્રમિત છે. ઉદ્યોગપતિના ઘરના 4 લોકો સહિત સૌરાષ્ટ્રના 37 કોરોનામાં સપડાયા છે

Tags:    

Similar News