PM મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના લુમ્બિની જશે, માયા દેવી મંદિરમાં કરશે પૂજા

PM મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના લુમ્બિની જશે, માયા દેવી મંદિરમાં કરશે પૂજાM નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળ જશે.

Update: 2022-05-16 03:45 GMT

PM મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના લુમ્બિની જશે, માયા દેવી મંદિરમાં કરશે પૂજાM નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળ જશે. મોદી ભગવાન ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેશે. મોદી નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે પણ મુલાકાત કરશે. બંને નેતાઓ વિકાસ, હાઇડ્રોપાવર અને કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં પીએમ બન્યા બાદ મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ સવારે 10 વાગે નેપાળ પહોંચશે અને સાંજે પરત ફરશે.

પીએમ મોદી બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રના શિલાન્યાસ માટે આયોજિત સમારોહમાં પણ ભાગ લેશે. મોદી લુમ્બિનીના માયાદેવી મંદિરમાં પણ પૂજા કરશે. વડા પ્રધાન નેપાળ સરકારના નેજા હેઠળ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત બુદ્ધ જયંતિ કાર્યક્રમને પણ સંબોધિત કરશે, એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. પીએમ લુમ્બિની પહેલા તેઓ યુપીના કુશીનગરમાં રોકાશે. પીએમ દિલ્હી એરપોર્ટથી કુશીનગર જવા રવાના થયા છે. તેમનું વિમાન થોડીવારમાં કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. મોદી કુશીનગરમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા લુમ્બિની જવા રવાના થશે.

Tags:    

Similar News