પીએમ નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- નવું વર્ષ પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે

આજે નવા વર્ષના પ્રથમ દિને પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

Update: 2021-11-05 11:27 GMT

આજે નવા વર્ષના પ્રથમ દિને પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આજથી વિક્રમ સંવત 2078નો પ્રારંભ થયો છે સાથે જ નવા વર્ષને વધાવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા વર્ષના પ્રથમ દિને પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, 'સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!! આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥'

મહત્વનું છે કે, ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી ગઇ હતી. પરંતુ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી મન મૂકીને લોકોએ દિવાળીને તહેવારોની ઉજવણી કરી છે

Tags:    

Similar News