દિલ્હીમાં નૂપુરની ધરપકડ માટે જામા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં જામા મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાયના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન નુપુર શર્માના નિવેદન વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે.

Update: 2022-06-10 10:04 GMT

દિલ્હીમાં જામા મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાયના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન નુપુર શર્માના નિવેદન વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. હાથમાં પોસ્ટર અને બેનરો લઈને લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રદર્શન અંગે જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે મસ્જિદ કમિટી દ્વારા પ્રદર્શન માટે કોઈ કોલ આપવામાં આવ્યો નથી. ગઈ કાલે જ્યારે લોકો વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે અમે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે જામા મસ્જિદ (કમિટી) તરફથી વિરોધનું કોઈ કોલ નથી. અમને ખબર નથી કે વિરોધીઓ કોણ છે. મને લાગે છે કે તેઓ AIMIM અથવા ઓવૈસી લોકોના છે. અમે સ્પષ્ટ કર્યું કે જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો કરી શકે છે, પરંતુ અમે તેમને સમર્થન નહીં આપીએ. સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા અને ભાજપના નેતા નવીન કુમાર જિંદાલના નિવેદન સામે લોકોએ જામા મસ્જિદમાં વિરોધ કર્યો હતો. અમે લોકોને ત્યાંથી દૂર કર્યા છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

Tags:    

Similar News