યાત્રી કૃપયા ધ્યાન દે! રેલ્વે વિભાગે રિઝર્વેશનના નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Update: 2021-09-03 12:19 GMT

રેલવે યાત્રીઓ માટે ખાસ સામચાર સામે સામે આવ્યાં છે. રેલવેમાં રિઝર્વેશન બાદ હવે મુસાફરીની તારીખ બદલવાનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો છે. રિઝર્વેશનના નિયમમાં થયેલા આ ફેરફારને કારણે હવે રેલવે યાત્રી રિઝર્વેશન બાદ મુસાફરીની તારીખ નહીં બદલી શકે.

ટ્રેનોમાં ટિકિટ રિઝર્વ કરાવવા માટે પેસેન્જરે 120 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવવાનું હોય છે. પરંતુ ઘણીવાર ચાર માસ દરમિયાન પેસેન્જરોના પ્લાન ફરી જાય, મુસાફરી કેન્સલ કરવામાં આવે કે મુસાફરીની તારીખ બદલવામાં આવે એવા સંજોગોમાં અત્યાર સુધી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર જઈ પોતાના પ્રવાસની તારીખ બદલાવી શકતો હતો.પરંતુ હાલમાં રેલવેએ પ્રવાસની તારીખ બદલવાનો નિયમ બંધ કરી દેતાં હવે પેસેન્જરને મુસાફરીની તારીખ બદલવી હોય તો ફરજિયાત કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. જેમાં તેના ઓછામાં ઓછા એક ટિકિટના 120 રૂપિયા કપાય છે. એકવાર ટિકિટ બુક કર્યા બાદ જો પેસેન્જર જરૂરી કામથી અન્ય સ્ટેશનેથી ટ્રેનમાં બેસવા માગતો હોય તો તે બોર્ડિંગ સ્ટેશન બદલાવી શકે છે.

બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે પેસેન્જર ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલા જ્યાંથી મુસાફરી શરૂ કરવાની છે તે સ્ટેશનના સ્ટેશન મેનેજરને અથવા કમ્પ્યુટરાઈજ રિઝર્વેશન કેન્દ્રના ઈન્ચાર્જને એક અરજી આપી આ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધાનો લાભ ઓનલાઈન-ઓફલાઈન બંને ટિકિટ પર મળે છે.

Tags:    

Similar News