બંગાળની ખાડીમાં દરિયાઇ જળસ્તર વૈશ્વિક દરથી 30% વધુ વધ્યું, વિશ્વ હવામાન વિભાગ સંગઠનના રિપોર્ટમાં ખુલાસો..

વિશ્વ હવામાન વિભાગ સંગઠન (ડબ્લ્યુએમઓ)એ ‘એશિયામાં જળવાયુની સ્થિતિ 2023’ રિપોર્ટ જારી કર્યા બાદ તેની ભારે ચર્ચા છે.

Update: 2024-04-25 07:23 GMT

વિશ્વ હવામાન વિભાગ સંગઠન (ડબ્લ્યુએમઓ)એ ‘એશિયામાં જળવાયુની સ્થિતિ 2023’ રિપોર્ટ જારી કર્યા બાદ તેની ભારે ચર્ચા છે. રિપોર્ટ મુજબ પૂર અને તોફાન તેમજ હીટવેવથી સૌથી વધારે એશિયાના દેશોને અસર થઇ છે. આમાં ભારત પર સૌથી વધારે અસર થઇ છે. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે બંગાળની ખાડીમાં દરિયાઇ જળસ્તર વૈશ્વિક સ્તરથી 30 ટકા વધારે વધ્યું છે. બીજી બાજુ પૂર્વીય અને ઉત્તર ભારતમાં તાપમાનમાં વૃદ્ધિ દેશના અન્ય વિસ્તારોની સરખામણીમાં બહુ વધારે છે.એકંદરે વર્ષ 2023માં એશિયાના દેશો દુનિયાની હોનારત રાજધાની તરીકે રહ્યા હતા. ડબ્લ્યુએમઓએ રિપોર્ટ રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન સેવાઓ , યુએનના ભાગીદારો અને જળવાયુ નિષ્ણાતો પાસેથી મળેલા ઇનપુટના આધાર પર તૈયાર કર્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીર્ઘકાલીન વોર્મિંગની પ્રક્રિયા વધારે ઝડપી બની રહી છે.

Tags:    

Similar News