આજે આકાશી યુધ્ધ: કાતિલ ઠંડી અને કોરોનાના કારણે ઉત્તરાયણનો ઉત્સાહ ઓછો,લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ

Update: 2022-01-14 04:01 GMT

આજે ઉત્તરાયણ છે. ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાના કારણે ઉત્તરાયણની મજા ફીક્કી પડી ગઈ હતી. ત્યારે ડિસેમ્બરમાં કેસની સંખ્યા ઘટના પતંગરસિયામાં આ વર્ષે ધૂમધામથી ઉત્તરાયણ મનાવવાનો પ્લાન કરી રહ્યા હતા,

પરંતુ કોરોનાની ત્રીજી લહેર ફરી ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા છે. જોકે ઠંડી ઓછી થતા ફરી લોકોમાં ઉત્સાહ જોવા મળશે. તો બીજીતરફ ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.

Tags:    

Similar News