મધ્યપ્રદેશના રતલામમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત, 11 લોકો ઘાયલ

Update: 2022-12-04 16:53 GMT

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે અને 11 લોકો ઘાયલ થયા છે. રતલામ જિલ્લાના સત્રુંડા માતાના મંદિર પાસે ટાયર ફાટ્યા પછી ટ્રક કાબૂ બહાર થઇ ગયો હતો અને રસ્તા પર રાહદારીઓ અને બાઇક સવારોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટના રતલામથી 27 કિલોમીટર દૂર ફોરલેન પર સત્રુંડા ઈન્ટરસેક્શનની છે. રતલામથી ધાર તરફ એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ ટ્રકનું પાછળનું વ્હીલ ફાટ્યું હતું ત્યાર બાદ આ ટ્રક ડિવાઈડરને ઓળંગીને ચારરસ્તા પર બસની રાહ જોઈ રહેલા 15થી વધુ મુસાફરો પર ચઢી ગયો હતો.

ઘાયલોની સારવાર રતલામની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે જેમાં ત્રણની હાલત નાજુક છે. ઘટનાની માહિતી મળતાં જ રતલામ કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશી અને એસપી અભિષેક તિવારી પણ ઘટનાસ્થળે સત્રુંડા પહોંચ્યા હતા અને આસપાસના લોકો પાસેથી ઘટનાની માહિતી મેળવી હતી.

Tags:    

Similar News