સૌથી મોટું બેંકિંગ કૌભાંડ! ABG શિપયાર્ડ પર FIR, 22,842 કરોડની 28 બેંકો સાથે છેતરપિંડીનો આરોપ

એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

Update: 2022-02-12 15:31 GMT

સીબીઆઈએ બેંકિંગ ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડની કથિત છેતરપિંડીના સંદર્ભમાં FIR નોંધવામાં આવી છે. સીબીઆઈ દ્વારા અત્યાર સુધી નોંધાયેલ બેંકિંગ છેતરપિંડીના આ સૌથી મોટા કેસોમાંનો એક છે. અગ્રવાલ ઉપરાંત એજન્સીએ તત્કાલિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથુસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. તેમની સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને ઓફિસનો દુરુપયોગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Tags:    

Similar News