યમુનોત્રી નેશનલ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો : ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓની બસ ઊંડી ખીણમાં ખાબકી 25 લોકોના મોત

બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.

Update: 2022-06-05 15:32 GMT

ઉત્તરાખંડમાં ભીષણ અકસ્માત સર્જાયો છે. યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં ખાબકતાં 17 યાત્રીઓએ કાળનો કોળિયો બની ગયા બસમાં ઓછામાં ઓછા 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જોકે અન્ય એક અહેવાલ પ્રમાણે આ બસમાં 28 યાત્રી હોવાનો દાવો કરવામાં આવે છે. પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું છે.યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામવા નજીક આ દુખદ ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 17 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.

Tags:    

Similar News