રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું કરાયું વિસ્તરણ, ભજનલાલ શર્માની આગેવાની હેઠળની સરકારમાં 16 મંત્રીઓએ લીધા શપથ

Update: 2023-12-30 17:36 GMT

રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભજનલાલ શર્માની આગેવાની હેઠળની સરકારમાં 16 મંત્રીઓએ શપથ લીધા છે. 12 કેબિનેટ મંત્રીઓ અને 5 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગજેન્દ્ર સિંહ ખિંવસર, ડૉ. કિરોડી લાલ મીણા, મદન દિલાવર, જોગારામ પટેલ, બાબુલાલ ખરાડી, સુરેશ સિંહ રાવત, અવિનાશ ગેહલોત, જોરારામ કુમાવત, હેમંત મીણા અને કન્હૈયાલાલ ચૌધરીને ભજનલાલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે ભજનલાલ સરકારમાં સંજય શર્મા, ગૌતમ કુમાર, ઝબ્બર સિંહ ખરા, સુરેન્દ્ર પાલ સિંહ ટીટી, હીરાલાલ નાગરને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે.

ઉદયપુર વિભાગના પ્રતાપગઢ જિલ્લાના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નંદલાલ મીણાના પુત્ર હેમંત મીણાએ મંત્રી તરીકે શપથ લીધા. હેમંત મીણા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. કન્હૈયા લાલ ચૌધરી અને સુમિત ગોદરાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. બંને જાટ સમુદાયમાંથી આવે છે.

ડૉ. મંજુ વાઘમાર, વિજય સિંહ ચૌધરી અને કેકે બિશ્નોઈએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. વાઘમાર અનુસૂચિત જાતિમાંથી, વિજય સિંહ જાટ સમાજમાંથી અને બિશ્નોઈ ઓબીસી સમુદાયમાંથી આવે છે.

રાજસ્થાનમાં 5 નેતાઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા

ઓતા રામ દેવાસી, ડૉ. મંજુ વાઘમાર, વિજય સિંહ ચૌધરી, કેકે બિશ્નોઈ અને જવાહર સિંહ બદામે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

પાંચ મંત્રીઓને અપાયો સ્વતંત્ર હવાલો

રાજસ્થાનમાં સંજય શર્મા, ગૌતમ કુમાર, ઝબર સિંહ, સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અને હીરા લાલ નાગરને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં ભાજપે રાજ્યસભાના એક સાંસદ સહિત કુલ સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. ત્રણ સાંસદ ચૂંટણી હારી ગયા અને ચાર જીત્યા. રાજસ્થાનમાં ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચેલા સાંસદોની યાદીમાં કિરોડીલાલ મીણા, બાબા બાલકનાથ, રાજ્યવર્ધન સિંહ અને દિયા કુમારી જેવા નામ છે. પાર્ટીએ દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે.

Tags:    

Similar News