મણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..!

મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.

Update: 2023-05-05 03:44 GMT

મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે. કેટલાંક સંગઠનોએ બુધવારે 'આદિવાસી એકતા માર્ચ' બોલાવી હતી, જેમાં હિંસા ફાટી નીકળી હતી. સ્થિતિને જોતા રાજ્યના ઘણા વિસ્તારોમાં સેના તૈનાત કરવામાં આવી હતી. ગુરુવારે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ગોળી મારવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. હવે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ મણિપુર જતી તમામ ટ્રેનોને રોકી દીધી છે.

તમને જણાવી દઈએ કે, મણિપુર સરકારે ગુરુવારે આદિવાસીઓ અને મૈતેઈ સમુદાય વચ્ચે વધતી હિંસાને રોકવા માટે સૌથી ગંભીર કેસોમાં અસામાજિક તત્વો માટે ગોળી મારવાના આદેશ જારી કર્યા હતા. પૂર્વોત્તર સરહદ રેલ્વેએ મણિપુર સરકારની સલાહ પર ટ્રેનોની અવરજવરને રોકવાનો નિર્ણય લીધો છે. NF રેલવેના સીપીઆરઓ સબ્યસાચી ડેના જણાવ્યા અનુસાર જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કોઈ ટ્રેન મણિપુરમાં પ્રવેશ કરશે નહીં.

Tags:    

Similar News