ઉત્તરપ્રદેશ: યોગી સરકારે વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, વાંચો કેટલી કડક છે જોગવાઇ

Update: 2021-07-10 12:36 GMT

ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. રાજ્ય કાયદા આયોગના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે આને તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ કાયદો બની ગયો તો UPમાં ભવિષ્યની અંદર જેનાં 2થી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં મળે. તેવા લોકો ક્યારેય ચૂંટણી પણ લડી શકશે નહીં. તેમને એકપણ સરકારી યોજનાનો લાભ પણ નહીં અપાય. લૉ કમિશને દાવો કર્યો છે કે અનિયંત્રિત વસતિને કારણે સમગ્ર વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે.

આયોગે ડ્રાફ્ટમાં 19 જુલાઈ સુધી જનતાની સલાહ પણ માગી છે. આની પહેલાં લવ-જેહાદ કાયદાનો ડ્રાફ્ટ પણ આદિત્યનાથ મિત્તલે જ તૈયાર કર્યો હતો. જેમને બે બાળકો છે અને સરકારી નોકરી પણ કરે છે તેવા લોકો જો સ્વેચ્છાએ નસબંધી કરાવશે તો તેમને 2 એક્સ્ટ્રા ઈન્ક્રિમેન્ટ, પ્રમોશન, સરકારી આવાસ યોજનાઓમાં છૂટ, PFમાં એમ્પ્લોયર ફાળો જેવી સુવિધાઓનો લાભ મળશે. પાણી, વીજળી, હાઉસ ટેક્સમાં પણ છૂટ અપાશે.એક સંતાન બાદ સ્વેચ્છાએ નસબંધી કરાવનાર લોકોને 20 વર્ષ સુધી ફ્રી સારવાર, વીમો, શિક્ષણ તથા સરકારી નોકરીમાં પણ પ્રાથમિકતા આપવાની ભલામણ કરાશે.

વાંચો મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • બેથી વધુ બાળકોના વાલીને સરકારી નોકરી નહીં મળે.
  • લોકલ બોડી અને પંચાયતની ચૂંટણી પણ લડી શકશે નહીં.
  • રાશન કાર્ડમાં પણ ચારથી વધુ સભ્યોનાં નામ નહીં લખાય.
  • 21 વર્ષથી વધુ ઉંમરના યુવક અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની યુવતીઓ પર આ કાયદો લાગુ કરાશે
  • વસતિ નિયંત્રણ સંબંધિત સિલેબસ પણ શાળામાં ભણાવી શકાય, એવું સૂચન પણ આપ્યું છે.
  • કાયદો લાગુ થયા પછી જો એક બાળકની માતાને બીજી પ્રેગ્નન્સીમાં જોડિયાં બાળકો જન્મે તો તેના પર આ કાયદો લાગુ નહીં કરાય.
  • ત્રીજા બાળકને દત્તક લેવા સામે કોઈપણ પ્રતિબંધ નહીં લાદવામાં આવે. જો કોઈનાં 2 બાળકો દિવ્યાંગ છે તો તેને ત્રીજા બાળકને પણ વિવિધ સુવિધાઓનો લાભ મળશે.
Tags:    

Similar News