ઉત્તરાખંડ : જોશીમઠમાં ભૂસ્ખલનથી મકાનોમાં તિરાડો, સ્થાનિકોએ બદ્રીનાથ હાઈ-વે પર ચક્કાજામ કર્યો...

ગુરુવારથી જોશીમઠમાં ધામા નાખશે અને 2 દિવસ સુધી ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે

Update: 2023-01-05 07:53 GMT

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવા અને મકાનોની દિવાલોમાં તિરાડો પડવાની ઘટનાઓ વધી રહી છે. ભૂસ્ખલનના વધતા જતા વ્યાપને કારણે સ્થાનિક લોકો ગભરાટમાં છે. લોકો ભયના છાયામાં જીવવા મજબૂર છે. બીજી તરફ સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી વધી રહી છે. લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને લઈને અસરગ્રસ્ત લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ બદ્રીનાથ હાઈવે બ્લોક કરી દીધો છે. જામના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આ ઉપરાંત સ્થાનિક બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે. લોકોએ હવે ચક્કા જામની જાહેરાત કરી છે. ગત સાંજે પણ મોટી સંખ્યામાં લોકોએ મશાલો પ્રગટાવી વિરોધ કર્યો હતો. સીએમ ધામી પણ ટૂંક સમયમાં જોશીમઠની મુલાકાત લેશે. સીએમએ કહ્યું, "હું થોડા દિવસોમાં જોશીમઠની મુલાકાત લઈશ. પરિસ્થિતિને સંભાળવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે.

મેં પરિસ્થિતિ પર નજર રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ સાથે વાત કરી છે." સીએમએ આ વિસ્તારનો ફરીથી અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની 8 સભ્યોની ટીમની રચના કરી છે. આ ટીમ ગુરુવારથી જોશીમઠમાં ધામા નાખશે અને 2 દિવસ સુધી ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. આ સાથે, તે સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક અને લાંબા ગાળાના પગલાંને ધ્યાનમાં રાખીને સરકારને સૂચનો આપશે.

Tags:    

Similar News