અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમની પીચ પર ભારતીય સ્પીનર્સ ફાવ્યાં, ઇંગ્લેન્ડ 112માં ઓલઆઉટ

Update: 2021-02-24 13:02 GMT

અમદાવાદના વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે બુધવારના રોજથી પ્રવાસી ઇગ્લેન્ડ સામેની પીંક બોલ ટેસ્ટમેચનો પ્રારંભ થયો છે. ઇગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પણ ઇગ્લેન્ડે 47 ઓવરમાં 112 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. નડીયાદના ખેલાડી અને સ્પીનર અક્ષર પટેલે 6 જયારે રવિચંદ્ર અશ્વિને 3 વિકેટ મેળવી લીધી છે.



અમદાવાદના મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુધવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહેમાનોની હાજરીમાં સ્ટેડીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ડે- નાઇટ ટેસ્ટનો પ્રારંભ થયો હતો. ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનારી ઇગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રવાસી ટીમે 2 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. સ્પીનર્સને મદદ કરતી પીચ પર અક્ષર પટેલ અને રવિચંદ્ર અશ્વિન પ્રવાસી ટીમ પર ભારે પડી ગયાં હતાં. નડિયાદના અક્ષર પટેલે ઇંગ્લેન્ડની છ વિકેટો ખેરવી હતી.

ઇંગ્લેન્ડના વિકેટ પતનનો ક્રમ :

2-1(ડોમ સિબલે, 2.3),27-2(જોની બેરસ્ટો, 6.1),74-3(જો રુટ, 21.5),80-4(ઝેક ક્રાઉલી, 24.4),81-5(ઓલી પોપ, 27.4),81-6(બેન સ્ટોક્સ, 28.5),93-7(જોફરા આર્ચર, 34.2),98-8(જેક લીચ, 37.3),105-9(સ્ટુઅર્ટ બ્રોડ, 46.3),112-10(બેન ફોક્સ, 48.4)

Tags:    

Similar News