ભરૂચ : જીવીકે ઇ.એમ.આર.આઈ 108 એમ્બ્યુલન્સના તમામ પ્રોજેક્ટ દ્વારા “ઇન્ટરનેશનલ પાયલોટ ડે”ની ઉજવણી કરાઈ

Update: 2020-05-26 10:46 GMT

હાલ ચાલી રહેલ કોરોના રૂપી મહામારીમાં ૧૦૮ ઇમરજન્સી સેવા તેમજ 108ના બીજા પ્રોજેક્ટ જેમકે ખિલખિલાટ, મહિલા અભ્યમ, આરોગ્ય સંજીવની તથા 1962 એનિમલ એમ્બ્યુલનસના કર્મચારીઓ છેલ્લા ૬૦ દિવસથી 24 કલાક, દિવસ-રાત જોયા વગર લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે. અને તેમનો માત્ર એક જ સંકલ્પ છે માનવ જીવન બચાવવી અને આ મહામારીમાં લોકોની વહારે આવવું તેવા જ સાહસિક કર્મચારીઓનું આજે ઇન્ટરનેશનલ પાયલોટ ડે નિમિત્તે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાઈ અભિવાદન કરવામાં આવ્યું હતું.

આવનારા સમયમાં પરિસ્થિતિ કેટલી પણ વિકટ બને પણ લોકોના જીવ બચાવવા માટે તેવો તત્પર છે તેઓ ઉત્સાહ પણ ૧૦૮ ઇમરજન્સી સેવાના પાયલોટ મિત્રોએ બતાવ્યો હતો. આવી ઉત્કૃષ્ટ કામગીરીને ભરૂચ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી તેમજ જિલ્લાના મેનેજર અભિષેક ઠાકરે તેમની આ કાર્યનિષ્ટ ભાવનાને બિરદાવી હતી. અને તમામ પાયલટ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News