જામનગર : મહાનગરપાલિકા માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત : 18 ઉમેદવારોને કરાયા રિપીટ

Update: 2021-02-04 17:09 GMT

આજરોજ પ્રદેશ ભાજપ દ્વારા મહાનગરપાલિકા માટેનાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાતમાં જુના 64 માંથી માત્ર 18ને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે બાકીના તમામને પક્ષે નો રીપીટ કર્યા છે. તો પહેલી યાદીમાં થોડી ક્ષતિઓ હતી જે સુધારી નવી યાદી જાહેર કરવાની ફરજ પડી હતી.

જામનગર મહાનગરપાલિકામાં કુલ 16 વોર્ડ અને 64 કોર્પોરેટર છે. આજે જાહેર કરેલ યાદી મુજબ જામનગરમાં 18 સિવાય અન્ય નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાશન જામનગર મહાનગરપાલિકા પર અવિરત છે અને આ વખતે પણ કોંગ્રેસે પણ નવો ચીલો ચાતરીને નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે, ત્યારે જામનગર મનપા પર અઢી દાયકાનું શાશન ત્રણ દાયકામાં પરિવર્તિત થશે કે કેમ તેનો ફેસલો મતદારો જ કરી શકશે.

Tags:    

Similar News