જામનગર : 25% ફી માફીના બદલે સંપૂર્ણ ફી વસૂલતી CBSC શાળા, NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરાઇ રજૂઆત

Update: 2021-04-05 10:01 GMT

જામનગરમાં કેટલીક CBSC શાળાઓમાં નવા વર્ષ 2021-22માં 25% ફી માફીના બદલે સંપૂર્ણ ફી વસૂલવાના વિરોધમાં NSUI દ્વારા જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, એપ્રિલ 2021થી CBSC શાળાઓના નવા સત્ર શરૂ થઈ ગયા છે, ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આવી પરિસ્થિતીમાં હાલ શાળાઓ શરૂ થવાની શક્યતાઓ નહિવત છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ફી માટેની નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવેલ નથી.

છતાં પણ મોટાભાગની CBSC શાળાઓ દ્વારા નવા સત્રની સંપૂર્ણ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે, ત્યારે શિક્ષણાધિકારી દ્વારા સરકારના જૂના નિયમ 25% ફી માફીનો પરિપત્ર જાહેર કરવા માંગ કરવામાં આવી હતી. જો આ માંગ સંતોષવામાં નહીં આવે અને શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી વસૂલવામાં આવશે તો આગામી દિવસોમાં NSUI દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Similar News