જુનાગઢ : ચુંટણીઓને મંજુરી તો શિવરાત્રીના મેળાને કેમ નહિ ? જુઓ સંતો કેમ આવ્યાં મેદાનમાં

Update: 2021-03-05 11:46 GMT

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ દરમિયાન કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ હતો. પણ હવે કોરોના ફરી પ્રગટ થયો હોય તેમ સરકારે જુનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજવાની ના પાડી દીધી છે.

જુનાગઢમાં ત્રણ દિવસ પહેલા પદાધિકારી અને સાધુ-સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી અને તેમાં સત્તાવાર રીતે શિવરાત્રીનો મેળો યાત્રિકો માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શિવરાત્રીનો મેળો માત્ર સાધુ અને સંતો માટે યોજાશે જેમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. સરકારના નિર્ણયની સામે મહામંડલેશ્વર અને ચોટીલા સ્થિત આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ શિવરાત્રીના મેળામાં શ્રધ્ધાળુઓને પણ પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરી છે.

આ ઉપરાંત "રમતા સાધુ" તરીકે ઓળખાતા સાધુઓએ પણ યાત્રિકો માટે મેળો ખુલ્લો રાખવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી આપી છે. ગીરનાર સાધુ મંડળે કોરોનાના કારણે મેળાને મર્યાદીત રીતે ઉજવવા માટે મંજુરી આપી છે જયારે અન્ય સાધુઓ આ નિર્ણયના વિરોધમાં મેદાનમાં આવ્યાં છે. હાલ જુનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજવો કે નહિ તેને લઇ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. જુનાગઢમાં વર્ષોથી શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાય છે અને તેમાં દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. મેળો બંધ રાખવાના કારણે 300 કરોડ રૂપિયાનું નુકશાન થવાનો અંદાજ છે.

Tags:    

Similar News