ખેડા : પત્ની પિયરમાંથી પાછી નહિ આવતાં પતિએ એવું કર્યું કારસ્તાન કે તમારા રૂંવાડા ઉભા થઇ જશે

Update: 2020-01-13 13:51 GMT

મહુધા તાલુકાના ચુણેલ ગામે રહેતા ચુનારા પરિવાર પર ગત

રાત્રી દરમ્યાન તેમના જ જમાઇએ જ્વલનશીલ પ્રવાહી નાખી જાનથી મારી નાખવાનો પ્રયાસ

કરતા ચકચાર મચી જવા પામી છે.

એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ પર બનેલી ફિલ્મ છપાક

ધુમ મચાવી રહી છે ત્યારે છપાક ફિલ્મ જેવો જ કિસ્સો ખેડા જિલ્લાના મહુધા તાલુકાના

ચુણેલ ગામમાં બન્યો હતો. પત્નીને પિયરમાં આવતી રોકવામાં આવી રહી હોવાની રીસ રાખી

જમાઇએ સાસરિયાઓ પણ એસિડ એટેક કરી દીધો હતો. જેમાં નાના બાળક સહિત પાંચ લોકો દાઝી

જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો

ચુણેલમાં રહેતાં અશોક ચુનારાની પુત્રી ભાવનાના લગ્ન મિયાપુરના સંજય ચુનારા સાથે

થયાં હતાં. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતાં હોવાથી ભાવના સાસરી છોડીને

પિયરમાં રહેવા આવી ગઇ હતી. દરમિયાન સંજયના મનમાં વહેમ ઘર કરી ગયો હતો કે તેના

સાસરિયાઓ પત્નીને પિયરમાં આવતી રોકી રહયાં છે. અને બસ વહેમનું કોઇ ઓસડ નથી તેમ

સંજયના મનમાં બદલો લેવાનું ભુત સવાર થઇ ગયું હતું. સસરા અશોક ચુનારા અન્ય સભ્યો

સાથે ઉંઘી રહયાં હતાં ત્યારે સંજય તેના મિત્રો સાથે ચુણેલ ગામે આવ્યો હતો અને

તેમના પર એસિડ જેવું જવલનશીલ પ્રવાહી નાંખી દીધું હતું. જ્વલનશીલ પ્રવાહી નાખવાને

કારણે અશોકભ ચુનારા, જીલાબેન ચુનારા, કિરણ ચુનારા, જનુબેન ચુનારા, કલ્પેશ ચુનારા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે નડિયાદની સિવિલ

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Tags:    

Similar News