કચ્છ : મુંદ્રાના વીજ કર્મીનો જીવના જોખમે વીજપોલ પર કામ કરતો વિડિયો વાયરલ

Update: 2020-09-22 12:17 GMT

કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાનાં નંદીસરોવર નજીક તળાવમાંથી પસાર થતી વીજ લાઇનનું રિપેરિંગ કામ જીવના જોખમે કરતાં વીજ કર્મચારીનો વિડિયો વાયરલ થયો છે.

ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેવામાં વીજળીની સમસ્યાની બૂમો ઉઠતી હોય છે. આ દરમિયાન એક વિડિયો કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાનો વાયરલ થયો છે જેમાં વીજ કર્મચારી જીવની પરવા કર્યા વિના કર્તવ્ય અદા કરતો જોવા મળી રહ્યો છે. મળતી વિગત અનુસાર મુંદ્રાના પ્રાગપર ગામ નજીક નંદી સરોવરમાંથી પસાર થતી વીજળી લાઇનનો વિજપુરવઠો ખોરવાયો હતો. જેને પૂર્વરત કરવા વીજ કર્મચારીએ તળાવમાં છલાંગ લગાવી તરતા તરતા વીજપોલ સુધી પહોંચી પાણીમાં પલળીને વીજપોલ પર ચઢી સમસ્યા દૂર કરી હતી. ત્યારબાદ વીજપોલ પરથી પાણીમાં ડૂબકી લગાવી પરત ફરતા  કર્મચારીનો વિડિયો પ્રત્યક્ષદર્શીએ પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યો હતો. ત્યારે જીવને જોખમમાં મૂકી કર્તવ્ય નિભાવતા કર્મચારીએ કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Tags:    

Similar News