કચ્છી મહિલાને મુંબઈની કોર્ટે ચેક બાઉન્સિંગ કેસમાં સજા ફટકારી

Update: 2018-12-07 10:32 GMT

બે મહિનામાં કેસની પટાવત ન થાય તો વધુ 3 માસની સજા

ચેક બાઉન્સ થવાના કેસમાં મુંબઈ સ્થિત શિવરીની મેટ્રોપોલિટન કોર્ટે કચ્છી જનરલ સ્ટોર્સની મહિલા માલિકને સજા સંભળાવી છે. આ મહિલાને કોર્ટ કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફરમાવી છે. સાથે જ બે મહિનામાં કેસની પતાવટ નહીં થાય તો જેલની સજા કરવાનો પણ જજ દ્વારા અંદેશો આપવમાં આવ્યો હતો.

શિવરીની 20 નંબરની કોર્ટે ચુકાદો આપતા ચંદન સ્ટોર્સની બીજી ફર્મ સપન ક્રિએશનના માલિક લીના છાડવાને સજા સંભળાવી હતી. સંપૂર્ણ ચેકની રકમ બે મહિનામાં ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો તે રૂપિયા ચૂકવવામાં અસમર્થ રહે તો વધુ 3 માસની બીજી સજા કરવાનો હુકમ આપ્યો છે.

આ કેસમાં ફરિયાદીઓને કુલ રકમ 14 લાખ રૂપિયા ચૂકવવાના રહે છે. 14 લાખ પૈકી કેયુર ગોગરીને 5 લાખ રૂપિયા, હર્ષા ગોગરીને 2.80 લાખ રૂપિયા, કલ્પના લાલનને રૂપિયા 3 લાખ 5 હજાર, જયા ગડાને 2 લાખ રૂપિયા, નૂતન સાવલાને 1 લાખ રૂપિયા અને ભવાનજી દેવરાજ સાવલાને રૂપિયા 1 લાખ રૂપિયા ચૂકવવાના રહે છે.

Similar News