રશિયા: પુટિન સામે લાંબો વિરોધ; 60 શહેરોમાં વિરોધ પ્રદર્શન, ઘણા પોલીસકર્મી ઘાયલ

Update: 2021-01-24 07:02 GMT

રશિયામાં રાષ્ટ્રપતિ પુટીનના કટ્ટર વિરોધી એલેક્સી નવલનીની ધરપકડ બાદ આખા દેશમાં ભારે હંગામો થઈ રહ્યો છે અને વિરોધમાં હજારોની સંખ્યામાં રસ્તાઓ જામ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રશિયાના પાટનગર મોસ્કોમાં જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે. 

નોંધનીય છે કે રશિયામાં -50 ડીગ્રી તાપમાન હોવા છતાં લોકોમાં આંદોલનનો જુવાળ જોવા મળી રહ્યો છે. આટલી ઠંડી હોવા છતાં લોકો રસ્તા પર અડગ છે તથા રસ્તા પર જામેલી બરફને પોતાનો હથિયાર બનાવી લીધો છે. બરફના ગોળા બનાવીને પોલીસને મારવામાં આવી રહ્યા છે. પ્રદર્શનને જોતાં સેંકડોની સંખ્યામાં લોકોને પોલીસે લોકોને પકડ્યા છે અને નવલનીના પ્રવક્તા અને વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે. 

રશિયાના મીડિયા અહેવાલો અનુસાર રશિયામાં આશરે 60 શહેરોમાં નવેલનીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં જ વતન પરત આવેલા નવેલનીની મોસ્કો એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ દેશભરમાં આંદોલનની શરૂઆત થઈ ગઈ છે.

https://twitter.com/ASLuhn/status/1353001717227515907?s=20

રશિયામાં ભારે વિરોધના પગલે વિદ્રોહની આશંકા છે તથા પોલીસે લોકોને પ્રદર્શન ન કરવાની ચેતવણી આપી દીધી છે. આમ છતાં મોસ્કોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે અમુક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કને બંધ કરી દેવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે મહિનાઓ પહેલા નવલનીને ઝેર આપવામાં આવ્યું હતું જે બાદ તે જર્મનીમાં સારવાર લઈ રહ્યા હતા અને હાલ જ સ્વદેશ પાછા આવ્યા હતા. રશિયામાં થઈ રહેલા પ્રદર્શનના કારણે ઘણા બધા દેશોએ પુટીનની ટીકા પણ કરી છે. અમેરિકા અને ફ્રાંસ સહિતના કેટલાક દેશોએ સરકારની નિંદા કરીને નવેલનીની છોડવાની માંગ કરી છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ પુટીનની મુશ્કેલીઑ વધી ગઈ હતી કારણ કે નવેલનીને ઝેર આપવાના આરોપ તેમના પર લાગ્યા હતા.

Tags:    

Similar News