મહીસાગર : સંતરામપુર પોલીસે એક કરોડ રૂપિયાની રોકડ સાથે બે આરોપીને ઝડપી પાડયાં

Update: 2020-12-04 12:32 GMT

મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસને અંગત બાતમી મળેલી કે એક ઇનોવા કારમાં 1 કરોડ રૂપિયાની ચલણી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના બાંસવાડાથી સંતરામપુર થઇ લુણાવાડા જઇ રહેલી ઇનોવા કારને સંતરામપુર પોલીસે રોકી હતી. સંતરામપુરના વાંકા નાળા ચોકડી પર ઇનોવા કાર આવતાં તેને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા 500 ની ચલણી નોટોના ચાલીસ બંડલ એટલે 1 કરોડ રૂપિયા મળી આવ્યા હતાં. ઇનોવા કારના ડ્રાઇવર સહિત અન્ય એક ઈસમ મળી બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછમાં એક કરોડ રૂપિયાની રોકડ રકમ અનિષ નટુ ભાઈ રાણા રહે લુણાવાડાની હોવાનું બહાર આવ્યું છે જેથી પોલીસે અનીષ રાણાની પણ ધરપકડ કરી આ પૈસા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના તેની તપાસ હાથ ધરી પોલીસે કાળું નાણું હોવાથી વડોદરા આયકર વિભાગ ને જાણ કરતા આયકર ની ટીમ તાત્કાલિક ધોરણે સંતરામપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા જોકે આ હવાલા કૌભાંડ છેલ્લા કેટલાય ટાઈમ થી ચાલતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. એમાં કુવૈતમાં રહેતાં નટુભાઈ વાયા બાંસવાડાથી લુણાવાડામાં કરોડ રૂપિયા હવાલા મારફતે મોકલવાના વ્યાપારમાં સામેલ હોવાનું કહેવાય છે એટલું જ નહીં પોલીસ ની પૂછપરછમાં પણ બહાર આવ્યું છે એમ ઇનોવા કાર માંથી અટક કરાયેલા પ્રકાશ રાવળ એક દુકાનમાં નોકરી કરે છે જ્યારે ભાઈલાલ પટેલ ગાડી ચલાવવાનો શોખ ધરાવે છે આ ઇનોવા કારના માલિક લુણાવાડા તાલુકા ના એક અગ્રણી છે પરંતુ ઇનોવા કાર સંજયભાઈ નામના એક કોન્ટ્રાક્ટરની હોવાનું કહેવાય છે

Tags:    

Similar News