જાણો, પ્રથમ તબક્કામાં જ 100% વેક્સિનેશન સાથે ગુજરાતનો કયો જિલ્લો સમગ્ર રાજ્યમાં રહ્યો પ્રથમ..!

Update: 2021-01-21 11:18 GMT

મહીસાગર જિલ્‍લામાં પ્રથમ તબક્કામાં 100% વેક્સિનેશન થવા પામ્યું છે. જેમાં 200 જેટલા કોરાના વોરિયર્સને કોરાનાની રસી આપવાની હતી, તેની સામે 216 કોરાના વોરિયર્સને રસી મુકવામાં મહીસાગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ રહેવા પામ્યો છે.

સમગ્ર રાજ્યમાં કોરાના રસીકરણ માટે તા. 16મી તારીખથી શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરાના સામેના યુદ્ધમાં જીવનને હોડમાં મુકી કોરાના દર્દીઓની સારવારમાં પોતાનુ સવૅસ્વ અપૅણ કરનાર આરોગ્ય કમૅચારીઓને પ્રથમ તબક્કે કોરાનાની વેક્સિન આપવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.વી.શાહે જણાવ્યુ હતુ કે, સમગ્ર જિલ્લામાં તા. 16મી જાન્યુઆરીના રોજ વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપરથી 200 કોરાના વોરિયર્સને વેક્સિન આપવાની હતી. જોકે તેની સામે 216 જેટલા કોરાના વોરિયર્સને રસી મુકવામાં આવી હતી, ત્યારે સમગ્ર રાજ્યમાં રસી મુકવાના લક્ષ્યાંક સામે 100% સિદ્ધિ હાંસલ કરવામાં મહીસાગર જિલ્લો પ્રથમ રહ્યો છે.

રાજ્યમાં રસીકરણના અભિયાનના ભાગરૂપે બાલાસિનોર સી.એચ.સી. સેન્ટર ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી નેહાકુમારીએ મુલાકાત લઈને આરોગ્ય કમૅચારીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. બાલાસિનોર સી.એચ.સી ખાતે તાલુકા આરોગ્‍ય અધિકારી જે.પી.પરમાર રસી મુકાવ્યા બાદ હાલ રસીથી સુરક્ષિત છે, અને કોઈપણ ગંભીર આડઅસર થઈ ન હતી. જેથી મહીસાગર જિલ્‍લાના ફ્રન્‍ટલાઇન કોરાના વોરિયર્સ સહિત પ્રજાજનોને રસી મુકવાની અપીલ પણ કરવામાં આવી છે.

Tags:    

Similar News