#meeToo અંગે ઐશ્વર્યા મજમુદારે શું કહ્યું...? સાંભળો તેમનાં જ શબ્દોમાં

Update: 2018-10-13 14:12 GMT

પોતાના ન્યાય માટે લડવું એ સારી વાત છે, પણ એ હિંમત આપણે દરેક સમયે રાખવી જોઈએઃ ઐશ્વર્યા મજમુદાર

હાલમાં દેશભરમાં #meeToo કેમ્પેઈન જોરશોરમાં ચાલી રહ્યું છે. અને હવે માત્ર બોલિવૂડ પુરતું સિમિત ન રહેતાં અન્ય ઈન્ડસ્ટ્રી પણ તેની અડફેટે ચઢી રહી છે. પોતાની ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ પ્રકારે અવરોધો ફેસ કરી ચુકેલી મહિલાઓ સામે ચાલીને હવે આ કેમ્પેઈનમાં સામેલ થઈ રહી છે. ત્યારે અંકલેશ્વરનાં આંગણે નવરાત્રિ મહોત્સવમાં પોતાનો સ્વર આપી રહેલી ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર આ meeToo કેમ્પેઈન વિશે પોતાનો ઓપિનિયન આપી રહી છે.

ઐશ્વર્યા મજમુદારે કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાતમાં #meeToo અંગે જણાવ્યું હતું કે, પોતાના ન્યાય માટે લડવું એ સારી વાત છે. પણ એ હિંમત આપણે દરેક સમયે રાખવી જોઈએ. આપણને એવું લાગે કે મારી સાથે ખોટું તઈ રહ્યું છે તો તે સમયે તરત જ બોલી દેવું જોઈએ.

વધુમાં તેણે જણાવ્યું કે, હું મારી જાતને નશીબદાર ગણાવું છું. કારણ કે આવું હજુ સુધી મને ક્યાંય સહન નથી કરવું પડ્યું. મને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં પણ કોઈ એવા સંજોગ ન આવે. પરંતુ જેમની સાથે આવું બને છે ત્યારે મોડેથી બહાર આવે તેવું ન બનતાં જ્યારે જે કંઈ બન્યું ત્યારે જ સામે આવવું જોઈએ. કોઈ બાબતની શા માટે રાહ જોવી જોઈએ..? જોકે તે જે તે વ્યક્તિની પર્સનલ થિંકિંગ હોય છે. બધાને પોતાની કોઈક ને કોઈક મર્યાદા હોય છે. હું એવી બધી જ મહિલાઓની સાથે છું જેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય. લોજીકલ બાબતો સાથે હું સમહમત થઈશ.

Tags:    

Similar News