મુંબઈ : છેલ્લા 18 વર્ષ બાદ હસીના બેગમ પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ પોતાના વતન ભારત પહોંચ્યા

Update: 2021-01-27 09:11 GMT

મહારાષ્ટ્રના ઓરંગાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર 18 વર્ષ બાદ હસીના બેગમ પાકિસ્તાનથી ભારત પરત ફર્યા. હસીના બેગમે પોતાના જીવનના 18 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવી દીધા છે. આટલા લાંબા સમયગાળા બાદ હસીના બેગમ વતનની ધરતી પર આવ્યા અને રાહતનો શ્વાસ લીધો.

જાણો કયા કારણોથી હસીના બેગમ પાકિસ્તાન જેલમાં હતા...  

2002માં હસીના બેગમ પાકિસ્તાન તેના પતિના સંબંધીઓને મળવા લાહોર ગયા હતા પરંતુ તેમને ત્યાં પતિના સગા વ્હાલા ન મળ્યા અને કોઇ જ સહારો પણ ન મળ્યો. મુસિબતના પહાડ તો ત્યારે તૂટી પડ્યા જ્યારે હસીના બેગમનો પાસપોર્ટ ખોવાઇ ગયો. જે બાદ તેમને પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ વિતાવવા પડ્યા હતા.

હસીના બેગમે પાકિસ્તાન કોરટમાં માંગ્યો ન્યાય...

હસીના બેગમે પાકિસ્તાન કોર્ટમાં અરજી કરી અને ન્યાયની માગણી કરી ત્યારે તેમને આશાનું કિરણ દેખાયું. ખુબ જ લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પાકિસ્તાનની કોર્ટે હસીના બેગમને ભારત પાછી આવવાની મંજૂરી આપી હતી. ખુબ જ કપરા સમય બાદ પાકિસ્તાનની કેદમાંથી મુક્ત થઇને ઔરંગાબાદની ધરતી પર તેમણે પગલા પાડ્યા હતા. દેશમાં આવ્યા બાદ તેમણે કહ્યું કે ભારત સ્વર્ગ છે.

Tags:    

Similar News