હૈદરાબાદ બાદ મુંબઇમાં મુશળધાર વરસાદ, રેડ એલર્ટ કરાયું જાહેર

Update: 2020-10-15 07:17 GMT

આજે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાતભર થયેલ વરસાદ બાદ મુંબઈના ભાયખલા, હિંદમાતા, કુર્લા, કિંગ સર્કલ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

બુધવારે હૈદરાબાદ શહેરમાં હોડીઓ રસ્તાઓ પર ફરી રહી હતી, ત્યારે આજે મુંબઈ અને પુણે પાણી પાણી થઈ ગયું છે. મુંબઈ અને પુણેમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો છે. મુંબઇમાં સિયોન પોલીસ સ્ટેશન પાસે કેટલાય ફુટ પાણી ભરાયા છે. તો જાણે પુણેમાં રસ્તાઓ પર સમંદર વહી રહ્યું હોય. પુનાના દગડુ શેઠ ગણેશ મંડળની બહાર કેટલાંક ફીટ પાણી જમા થઈ ગયું છે.

આજે મુંબઈમાં દિવસભર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાત્રે શરૂ થયેલા વરસાદ બાદ મુંબઈના બાયકુલા, હિંદમાતા, કુર્લા, કિંગ સર્કલ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

પુણેમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. પુનાના ઇન્દ્રપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ નાના નાના નાળાઓ છલકાય ગયા છે. અહીં લહેરોની લપેટમાં એક બાઇકચાલક આવી ગયો અને વહેવા લાગ્યો. ત્યાર બાદ જેસીબીની મદદથી ખૂબ જ મહેનત બાદ તેનો બચાવ થયો હતો.

ઓક્ટોબર મહિનામાં થયેલા આ વરસાદને કારણે પુણેના ડગડુ શેઠ ગણેશ મંડળની બહારના રસ્તા પર અનેક ફૂટ પાણી વહી રહ્યું છે. પુના-અમદાવાદ હાઈવે પણ ભારે વરસાદ બાદ છલકાઇ ગયો છે.

હવામાન વિભાગે પુણેની સાથે મહારાષ્ટ્રના મુંબઈ સહિત રત્નાગીરી, સિંધુદુર્ગ વિસ્તારમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ગઈકાલથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે.

Tags:    

Similar News