નર્મદા : દેડીયાપાડામાં વિકાસકામોનું ભુમિપુજન વિવાદમાં, ખાખરાના પાનમાં અર્પણ કરાયો દારૂ

Update: 2020-10-28 12:28 GMT

દેડીયાપાડા તાલુકામાં વિકાસના કામોનું ભુમિપુજન વિવાદના વંટોળમાં સપડાયું છે. પુજા વિધિ દરમિયાન ધરતીમાતાને ખાખરાના પાનમાં મદિરા અર્પણ કરવામાં આવતાં ભાજપના સાંસદ મનસુખ વસાવા લાલચોળ થઇ ગયાં છે.

સામાન્ય રીતે વિકાસકામોના ભુમિપુજનમાં અબીલ અને ગુલાલનો ઉપયોગ થાય છે પણ દેડીયાપાડામાં અનોખી રીતે ભુમિપુજન કરવામાં આવ્યું. દારૂબંધીનો કાયદો ધરાવતાં ગુજરાતમાં દેડીયાપાડાના કાર્યક્રમમાં હાજર એક આગેવાને દારૂની બોટલ કાઢી તમામ મહેમાનોને ખાખરાના પાનમાં દારૂ આપ્યો હતો અને ખાખરાના પાનથી આ દારૂ ધરતીમાત્રાને અર્પણ કરાયો હતો.

ડેડીયાપાડા તાલુકાના રસ્તા ખાત મુહૂર્તમાં દેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. 25મી તારીખે આયોજીત કાર્યક્રમનો વિડીયો વાયરલ થતાં ઓહાપોહ મચી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માં આ પરંપરા ચાલતી આવી છે પણ મેં આ પરંપરા બંધ થાય તે માટે ના પ્રયાસો કર્યાં છે પણ વિકાસના કામોમાં આ પ્રકારની પરંપરા દુર થવી જોઇએ.

Tags:    

Similar News