નર્મદા : કેવડીયા ખાતે હવે “આરોગ્ય વન” થકી પ્રવાસીઓને મળશે શુધ્ધ-આરોગ્યપ્રદ વાતાવરણ, જાણો શું છે વિશેષતા..!

Update: 2020-10-29 07:14 GMT

આગામી તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલભ્ભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેદ્ર મોદી નર્મદા જિલ્લાના પ્રવાસે આવવાના છે. જેમાં કેવડીયા ખાતે વડાપ્રધાનના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ સાથે આરોગ્ય વનનું પણ ઉદ્ધઘાટન કરવામાં આવશે.

આગામી તા. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે SOU નજીક નિર્માણ પામેલ 12 જેટલા વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને 17 એકર જમીનમાં ફેલાયેલા વિશ્વ આરોગ્ય ઔષધીય વન એવા આરોગ્ય વનમાં આવેલ યોગ ગાર્ડનનું વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા વિધિવત લોકાર્પણ કરી 20 મિનિટ સુધી યોગ અને પ્રાણાયામ કરવામાં આવશે.

જોકે અહી 1000થી વધારે આયુર્વેદિક છોડ રોપવામાં આવ્યા છે. જેના થકી પ્રવાસીઓને શુધ્ધ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહેશે, ત્યારે હવે અહી આવતા પ્રવસીઓ માટે વધુ એક પ્રકલ્પ સાથે સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસર નજીક તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News