નર્મદા જિલ્લામાં કૂપોષણને દૂર કરવા સરકાર દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં અપાય છે સડેલું અનાજ

Update: 2018-09-25 12:31 GMT

કેન્દ્રિય મંત્રી સમૃતિ ઈરાની નર્મદાની મુલાકાતે આવતાં આંગણવાડીનાં સડેલા અનાજ મુદ્દે આપ્યા તપાસનાં આદેશ

નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારનાં કુપોષણ દૂર કરવાના પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવતાં કઠોળ(ચણા)માંથી જીવાત નીકળી હોવાનાં અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈ અનેક પ્રશ્નાર્થો પણ સામે આવ્યા છે. ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નર્મદાની મુલાકાતે આવ્યા હતા. તેમણે આ સડેલા અનાજ અંગે તપાસનાં આદેશ આપ્યા હતા. અને કહ્યું હતું કે, આ બાબતે જવાબદારો સામે પગલાં ભરાશે. હાલ તો રાજ્ય સરકારને આ બાબતે જાણ કરીશ.

નર્મદા જિલ્લામાં કુપોષણનો મુદ્દો વધુ પ્રમાણમાં હોવાથી રાજ્ય સકરારને ખાસ પ્રોજેક્ટ ચાલે છે. જિલ્લામાંથી કોપોષણને દૂર કરવા સરકાર મથી રહી છે. ત્યારે જિલ્લા કલેકટરને સૂચના આપી છે કે માત્ર પગલાં નહીં જવાબદાર સામે પગલાં ભરો. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પણ મંત્રીને વાત કરી સમગ્રે મુદ્દો સમજાવ્યો હતો.

આજે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતી ઈરાની નર્મદાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સર્વરોગ નિદાન કેમ્પમાં હાજરી આપી આરોગ્ય ખાતાના સ્ટોરનું નિરક્ષણ કર્યું હતું. બાદમાં રાહુલ ગાંધી સામે અમેઠીમાં આજે થયેલા ધરણા અંગે જણાવ્યું કે હતું કે, સંરક્ષણ જેવી બાબતો પર પ્રધાનમંત્રી સામે થયેલા આક્ષેપો યોગ્ય નથી.

Similar News