નવસારીઃ દશેરાનો તહેવાર 22 શ્રમિકો માટે બન્યો ભયાવહ, ટેમ્પો પલ્ટી જતાં થયા ઈજાગ્રસ્ત

Update: 2018-10-19 09:04 GMT

નવસારીના નેશનલ હાઇવેના ખારેલ ગામ પાસે ડ્રાયવર સહીત 21 શ્રમિકોને નડ્યો અકસ્માત

નવસારીનાં શ્રમિકો માટે દશેરાનો તહેવાર ભયાવહ સાબિત થયો હતો. દશેરાનમાં દિવસે સુરતનાં સચિન ખાતે મજૂરી અર્થે જઈ રહેલા 21 શ્રમિકો ભરેલો ટેમ્પો ખારેલ ગામ પાસે પલટી ખાઈ ગયો હતો.જેના પગલે ટેમ્પોમાં સવાર 21 મજૂરો સહિત ડ્રાયવરને પણ ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નવસારી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નવસારીના નેશનલ હાઇવે ઉપર આવેલાખારેલ ગામ પાસે ડ્રાયવર સહીત 21 મજૂરો સુરતના સચિન ખાતે મજૂરી કામ માટે ટેમ્પામાં બેસીને રવાના થતા હતા. દરમ્યાન માર્ગનું લેવલ ઊંચું નીચું હોવાને કારણે ટેમ્પો સ્લીપ મારતાં ટેમ્પો ચાલાક સહીત 22 મજૂરો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેઓને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી હતી.

નવસારીના નવા તળાવના મજૂરો માટે દશેરાનો તહેવાર આફત બન્યો હતો. સાથે આવનાર દિવાળીના તહેવારની ઉજવણીમાં અકસ્માત પણ બાધારૂપ બનતા પરિવારના તમામ લોકો દુવિધામાં મુકાયા છે. જોકે ૨૧ લોકોની હાલત સુધારા પર આવી શકે તેમ તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Similar News