પાલેજ હાઈવે સ્થિત હોટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

Update: 2018-09-25 12:46 GMT

સુરતથી દારૂની ડિલીવરી આપવા આવતાં દારૂ મંગાવનાર શખ્સ પણ પોલીસના હાથે ઝડપાયો

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યા બાદ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો ઉપર પોલીસ સ્ટાફને કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. જે બાદ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કાર્યવાહીનાં ભાગરૂપે પાલેજ પોલીસે મંગળવારના રોજ ને.હા નંબર ૪૮ ઉપર પાલેજ ઓવરબ્રિજના છેડે હોટલ સીટી પોઇન્ટ પાસેથી રૂપિયા ૧૭,૦૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ને.હાઇવે પર પાલેજ પાસે આવેલી હોટલ સીટી પોઇન્ટ પાસે સવારનાં સમયે પાલેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બબલુ પ્રસાદ બિંદે રહે. કોસાડ જી. સુરત કોઇક વાહનમાંથી ઉતરતા પોલીસને શંકા જતા તેની પુછપરછ કરી હતી. તેની પાસે રહેલા થેલાની તલાશી લેતાં થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૭૦ કિંમત જેની કિંમત રૂપિયા ૧૭,૦૦૦ તથા રોકડા રૂપિયા ૪૯૦ મળી કુલ ૧૭,૪૯૦ ના મુદ્દામાલ સાથે બબલુ બિંદેની અટકાયત કરી હતી. પોલીસે બિંદે બબલુની પુછપરછ કરતા દારૂ પાલેજના ડુંગળીપાળ ખાતે રહેતી મિકા મહેશ માછીનો હોવાનું જણાવતા પોલીસે મિકા મહેશ માછીની પણ અટકાયત કરી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Similar News